સુમુલ ડેરીની પશુપાલકો માટે મોટી જાહેરાત, કિલોફેટ દીઠ 115 રૂપિયા બોનસ આપવાની જાહેરાત
સુરત અને તાપી જિલ્લામાં પશુપાલન કરતાં લોકો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. સુમુલ ડેરીએ સૌથી મોટી જાહેરાત કરી છે

સુરત અને તાપી જિલ્લામાં પશુપાલન કરતાં લોકો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. સુમુલ ડેરીએ સૌથી મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત કિલોફિટ દીઠ 115 રૂપિયા બોનસ આપવાની જાહેરાત સુમુલના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ નિર્ણયને પશુપાલકોએ વધાવી લેતા હરખની લાગણી વ્યક્ત કરી હતી.
પશુપાલકો પર ધનવર્ષા
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યાં છે. સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે. કિલોફેટે 115 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જેથી પશુપાલકો માટે ધનવર્ષા થઈ છે. 4 જૂન બાદ સુમુલ સુરત-તાપી મંડળીમાં 385 કરોડ રૂપિયા જમા થશે. સુરત સુમુલનું 2023-24 ના વર્ષનું વાર્ષિક ટર્ન ઓવર 6333 કરોડનું થયું છે જે ગતવર્ષ કરતા 18 ટકા વધુ છે.
મહારાષ્ટ્રમાં પણ પ્લાન્ટ ધમધમે છે
સુમુલની ગુજરાત મહારાષ્ટ્ર ગોવામાં દૂધના પ્લાન્ટ કાર્યરત છે.સુમુલના નિયામક મંડળની આજે બેઠક મળી હતી. નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. દર વર્ષે સુમુલ ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોના ખર્ચાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવતા હોય છે. પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોને આર્થિક રીતે મુશ્કેલી ન થાય અને યોગ્ય રીતે તેઓ આ વ્યવસાય સાથે તાલમેલ રાખી શકે તે માટે તેમના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે.








