Surat: સુમુલ ડેરીની ચૂંટણીમાં સીમાંકનનો વિવાદ વકર્યો; હાઈકોર્ટના આદેશ બાદ સુરત કલેક્ટર એક્શન મોડમાં
સુરતમાં દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની જીવાદોરી સમાન સુમુલ ડેરીમાં આગામી ચૂંટણી પૂર
સુરતમાં દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની જીવાદોરી સમાન સુમુલ ડેરીમાં આગામી ચૂંટણી પૂર્વે બેઠકોના સીમાંકન અને પ્રતિનિધિત્વને લઈને વિવાદ વકર્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ હવે સુરત કલેક્ટરે સુમુલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને રિપોર્ટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે.
શું છે મુખ્ય વિવાદ?
સુમુલ ડેરીના કાર્યક્ષેત્રમાં સુરત અને તાપી જિલ્લાના નવા બનેલા તાલુકાઓને પ્રતિનિધિત્વ આપવા બાબતે ગૂંચ સર્જાઈ છે. સુમુલના નિયમો મુજબ જે તે વિસ્તાર કે મંડળીમાંથી વાર્ષિક 5 લાખ લિટર દૂધનું સંપાદન થવું અનિવાર્ય છે. નવા બનેલા કેટલાક તાલુકાઓમાં દૂધનું ઉત્પાદન આ નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચતું નથી, જેના કારણે તેમને સ્વતંત્ર બેઠક ફાળવવામાં ટેકનિકલ મુશ્કેલીઓ નડી રહી છે.
સહકારી નેતા જયેશ દેલાડ દ્વારા આ મામલે મજબૂત રજૂઆત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે,"સોનગઢ, માંડવી અને મહુવા જેવી મોટી મંડળીઓ કે જ્યાં દૂધનું મબલખ ઉત્પાદન થાય છે, તેમને બેઠકોની વહેંચણીમાં વધુ લાભ મળવો જોઈએ. ત્યારે આ મામલે હાઇકોર્ટ દ્વારા 21 દિવસમાં સમીક્ષા કરી રિપોર્ટ રજૂ કરવા નું કહેવામાં આવ્યું છે.






