મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ : CAનો અભ્યાસ કરતી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, પોલીસને મળી સુસાઈડ નોટ 

રાજકોટમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(CA)નો અભ્યાસ કરતી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. યુવતીએ આપઘાત કરી લેતા પરિ

રાજકોટ : CAનો અભ્યાસ કરતી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, પોલીસને મળી સુસાઈડ નોટ 

રાજકોટમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(CA)નો અભ્યાસ કરતી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. યુવતીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ આ બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર રહેતી અને સીએનો અભ્યાસ કરતી 21 વર્ષીય યુવતીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. 

CAની પરીક્ષામાં સફળતા નહીં મળતા આપઘાત કર્યો હોવાનું પોલીસનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. 

આ સમાચાર શેર કરો