મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપ મહિલા નેતાના આપઘાતનું કારણ પ્રેમ, પૈસા કે પીડા? અગાઉ દિપીકાએ 2 વાર જિંદગી ટૂંકાવવા પ્રયાસ કરેલો

સુરતના અલથાણ વિસ્તારમાં ભાજપની મહિલા નેતા દિપીકા નરેશ પટેલના આપઘાતનું કોકડુ

ભાજપ મહિલા નેતાના આપઘાતનું કારણ પ્રેમ, પૈસા કે પીડા? અગાઉ દિપીકાએ 2 વાર જિંદગી ટૂંકાવવા પ્રયાસ કરેલો

સુરતના અલથાણ વિસ્તારમાં ભાજપની મહિલા નેતા દિપીકા નરેશ પટેલના આપઘાતનું કોકડું રોજે રોજ વધુ ગૂંચવાઈ રહ્યું છે. રોજે રોજ નવા નવા ફણગાં ફૂટી રહ્યાં છે. ત્યારે પ્રેમ, પૈસા કે પીડા આ ત્રણમાંથી કયા મુખ્ય કારણોસર આપઘાત કર્યો તેની તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવી છે.  પોલીસે ચિરાગની બીજી વખત અઢી કલાક વીડિયોગ્રાફી સાથે પૂછપરછ કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ ભાજપ મહિલા નેતાના આપઘાતનું કારણ પ્રેમ, પૈસા કે પીડા? કોર્પોરેશનની ટિકિટના બે કરોડ પડાવાયાની ચર્ચા

ચિરાગ સાથે અણબનાવ

બીજી તરફ દીપિકા અને ચિરાગ બેથી વધુ પ્રોપર્ટીમાં ભાગીદાર હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. જ્યારે બેંકના સ્ટેટમેન્ટમાં 10 લાખની રકમના વ્યવહાર મળ્યા હતા. આ ઉપરાંત રોકડાની લેતીદેતી બંને વચ્ચે થતી હતી. છેલ્લા કેટલાક સમયથી ચિરાગ સાથે અણબનાવને કારણે દીપિકાએ બે વખત બ્લેડ મારી અને એક વખત ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે.

ભાજપ મૂકપ્રેક્ષકની ભૂમિકામાં

દીપિકા પટેલના આપઘાત કેસમાં ભાજપ મૂકપ્રેક્ષક બની કોર્પોરેટર ચિરાગ સોલંકીના ડ્રામા જોઇ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ કોળી પટેલ સમાજના લોકો તેમની દીકરીઓને ભાજપમાં નહીં મોકલવા મનોમંથન કરી રહ્યા છે ત્યારે ચિરાગ સામે ભાજપ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા રાજી નથી. એટલું જ નહીં પક્ષે તેનો ખુલાસો પણ માંગ્યો નથી. આ બાબત જ એ દિશામાં અંગુલીનિર્દેશ કરે છે કે શહેર પ્રમુખથી માંડી ભાજપના તમામ સિનિયર નેતાઓની ઢીલી નજર હેઠળ ચિરાગ સોલંકી દીપિકા પટેલ સાથે સંકળાયેલા હતા. 

આ સમાચાર શેર કરો