મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત એરપોર્ટના બાથરૂમમાં આત્મહત્યા, CISF જવાને સર્વિસ રિવોલ્વરથી પેટના ભાગે મારી ગોળી

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે સુવિધા અસુવિધાના કારણે નહીં પર

સુરત એરપોર્ટના બાથરૂમમાં આત્મહત્યા, CISF જવાને સર્વિસ રિવોલ્વરથી પેટના ભાગે મારી ગોળી

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે સુવિધા અસુવિધાના કારણે નહીં પરંતુ આત્મહત્યાના પ્રયાસના કારણે ચર્ચામાં આવ્યું છે. સુરત એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા સીઆઈએસએફના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી છે. જેથી તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સુરત બન્યું નકલી ડોક્ટરનું હબ! બોગસ સર્ટીફિકેટના આધારે પ્રેક્ટિસ કરતાં વધુ 3 દબોચાયા

બાથરૂમમાં આત્મહત્યા

એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા જવાન કિશનસિંહ મલસિંહ કંવરે આપઘાત કર્યો છે. બાથરૂમમાં જઈ પોતાની પાસે રહેલી રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા જ અન્ય સ્ટાફના માણસોએ તેને તાત્કાલીક લોહી ભીની હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં ગંભીર હાલતમાં જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

આપઘાતનું કારણ અકબંધ

સીઆઈએસએફના જવાને ક્યા કારણોસર આપઘાત કર્યો તે બાબતે હાલ મગનું નામ કોઈ મરી પાડી રહ્યું નથી. જો કે, જવાને બાથરૂમમાં જઈને આપઘાત શા માટે કર્યો તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ જવાનના પરિવારજનોને સમગ્ર ઘટના અંગે માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. 

આ સમાચાર શેર કરો