મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટા ઉદેપુર/ સુગર ફેક્ટરી પર ભાજપનું બોર્ડ મારી સરકારે કર્યો ખોટનો ધંધો, 1500 ખેડૂતોના 12 કરોડ કોની પાસેથી મળશે?

છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા 20 વર્ષથી ખેડૂતોને શેરડીના બાકી રહેલા નાણા ના મળતા રાતા પાણી

છોટા ઉદેપુર/ સુગર ફેક્ટરી પર ભાજપનું બોર્ડ મારી સરકારે કર્યો ખોટનો ધંધો, 1500 ખેડૂતોના 12 કરોડ કોની પાસેથી મળશે?

છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા 20 વર્ષથી ખેડૂતોને શેરડીના બાકી રહેલા નાણા ના મળતા રાતા પાણીએ રડી રહ્યાં છે. છોટા ઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકામાં આવેલી લઢોડ સુગર ફેક્ટરી સરકારે વેચી મારતા ખેડૂતો વળતર માંગી રહ્યાં છે પણ તેમણે તંત્ર તરફથી કોઇ જવાબ આપવામાં આવતો નથી. છોટા ઉદેપુરના 1500 ખેડૂતોના 12 કરોડ જેટલી રકમ સરકાર પાસેથી લેવાની બાકી છે. સરકાર તરફથી હવે યોગ્ય જવાબ નહીં મળે તો ખેડૂતોએ લોકસભા ચૂંટણીમાં બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.

ખેડૂતોના ભંડોળથી ઉભી કરી હતી સુગર ફેક્ટરી

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી, સંખેડા, નસવાડી તેમજ કવાંટ અને પંચમહાલ જિલ્લાના હાલોલના ખેડૂતોએ બોડેલી તાલુકાના લઢોડ ખાતે ખેડૂતોના ભંડોળથી સુગર ફેક્ટરી ઊભી કરી હતી ત્યાર બાદ સુગર ફેક્ટરી નફો કરતી હતી અને ખેડૂતો એનું સંચાલન કરતા હતા. ભાજપના હોદ્દેદારોની નફો કરતી ફેક્ટરી પર નજર બગડી હતી અને તેનો વહીવટ પોતાના હાથમાં લીધો હતો.

કેશુભાઇ પટેલની સરકારે સુગર ફેક્ટરીને હસ્તગત કરી હતી અને ભાજપનું બોર્ડ બેસાડ્યું હતું અને તે ખોટમાં ગઇ હતી. અમુક ખેડૂતોને શેરડીના પૈસા મળ્યા હતા અને 1500 જેટલા ખેડૂતોના પૈસા બાકી રહી ગયા હતા. ખેડૂતો વારંવાર કેશુભાઇ પટેલથી લઇને નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલથી લઇને રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆત કરીને થાકી ગયા છે.ખેડૂતોને પૈસા ના મળતા સુગર ફેક્ટરી ચાલુ પણ થવા દેતા નથી.અનેક ખેડૂતો મૃત્યુ પામ્યા છે અને તેમનો પરિવાર આજે પણ સરકાર પૈસા મોકલશે તેની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે.

સુગર ફેક્ટરીમાં શેરડી વેચનારા ખેડૂત રમેશ પટેલે કહ્યું કે, છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના લઢોડ ગામમાં આવેલી સુગર ફેક્ટરીમાં 5 લાખ રૂપિયા બાકી છે. સરકારે સુગર ફેક્ટરી વેચી દીધી પરંતુ અમારા નાણા આજ દિન સુધી ચુકવ્યા નથી. 20 વર્ષથી સરકાર માત્ર ઠાલા વચનો આપતી હોવાથી દરેક ગામમાં ખેડૂતોનું સમ્મેલન કરીને લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

આ સમાચાર શેર કરો