મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સંખેડામાં વ્યાજખોરના ત્રાસથી એકને આવ્યો હાર્ટ એટેક, મહિને 50 હજારનું લેવાતું 7 હજાર વ્યાજ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે.

સંખેડામાં વ્યાજખોરના ત્રાસથી એકને આવ્યો હાર્ટ એટેક, મહિને 50 હજારનું લેવાતું 7 હજાર વ્યાજ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. વ્યાજે આપનાર પરિવારના લોકો સાથે વાત કરીને પોલીસ ફરિયાદ થશે તો પોલીસને પૈસા આપીને છૂટી જઈશ તેવું રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે.

આ પણ વાંચોઃ છોટાઉદેપુરની ભારજ નદી પર 50 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર, બે માસથી ટેન્ડર પ્રક્રિયા લટકી

7 હજાર વ્યાજ લેવાતું

સમગ્ર મામલામાં પરિવારજનોનો આક્ષેપ છે કે, દર મહિને 50000 રૂપિયાનું વ્યાજ 7000 રૂપિયા લેતો હતો. પરિવારજનોએ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે અરજી આપી છે. જયારે છોટાઉદેપુર જિલ્લામાં વ્યાજખોરના ત્રાસની ઘટના બહાર આવી છે. 

નાણાં વસૂલવા ઝઘડો કર્યો

સંખેડાના ધીરધાર કરનાર વેપારીએ નાણાં આપતા પહેલા મૃતકના ચેક પણ લીધેલા છે. વ્યાજખોરે નાણાં વસૂલવા માટે ઝઘડો પણ કર્યો હતો. જાહેરમાં ગાળો બોલતા તેને લાગી આવતા તેને હાર્ટ એટેક આવતા વડોદરા ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેનું મોત થતા પરિવારજનો વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે સંખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતાં.

આ સમાચાર શેર કરો