VIDEO: જંબુસર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો: ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત
ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને આકાશ કાળ

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. જંબુસર તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા આ સાર્વત્રિક વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેથી સ્થાનિક લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે.આ વરસાદી માહોલને પગલે જગતના તાત એવા ખેડૂતોમાં આગામી સમયમાં સારી ખેતી થવાની નવી આશા બંધાઈ છે. વાવણી લાયક વરસાદ થતાં જ ખેડૂત આલમમાં ભારે ખુશી અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.




