VIDEO: જંબુસર તાલુકામાં શિક્ષકોની અછત, સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પૂર્વ ધારાસભ્યની આંદોલનની ચિમકી
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની ગંભીર અછતને કારણે શિક્ષણ વ્યવસ્થા

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની ગંભીર અછતને કારણે શિક્ષણ વ્યવસ્થા પર માઠી અસર પડી રહી છે. તાલુકામાં હાલ 163 શિક્ષકોની ઘટ હોવાનું સામે આવતા પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક ભરતીની માંગ કરી છે. અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક દ્વારા સમગ્ર શાળાનું સંચાલન થતું હોવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે.
સરકારી કામગીરી માટે શિક્ષકોને શાળાઓ છોડવી પડતાં શિક્ષણ કાર્ય પણ ખોરવાઈ રહ્યું છે. કિરણસિંહ મકવાણાએ એક મહિનામાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તાળાબંધી સહિતના આંદોલનની ચેતવણી આપી છે. શિક્ષણ વિભાગની કામગીરી પર હવે સૌની નજર છે.




