VIDEO: અંકલેશ્વર એક્સપ્રેસ હાઇવેના કારણે ચોમાસામાં રસ્તા પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા
અંકલેશ્વરમાં કેટલાક સ્થળોએ એક્સપ્રેસ હાઇવેના કારણે ચોમાસામાં ખેડૂતોના ખ
પ્રકાશિત : •છેલ્લું અપડેટ : •1 મિનિટ વાંચન સમય
અંકલેશ્વરમાં કેટલાક સ્થળોએ એક્સપ્રેસ હાઇવેના કારણે ચોમાસામાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાવા અને રસ્તાની સમસ્યાઓને લઈને અંકલેશ્વર પ્રાંત કચેરીમાં મહત્વની મિટિંગ યોજાઈ હતી. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચના અનુસાર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ મિટિંગમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ, મામલતદાર રાજન વસાવા અને તાલુકા વિકાસ અધિકારીઓ હાજર રહ્યા હતા. અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ખેડૂતો તથા ગામ આગેવાનોએ વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ અને રસ્તા સહિતની વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી.પ્રાંત અધિકારીએ ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે સૂચના આપી હતી.