VIDEO: અંકલેશ્વર જીઆઇડીસીની એક કંપનીમાં સર્જાયો અકસ્માત, 36 વર્ષીય કામદારનું નીપજ્યું મોત
અંકલેશ્વર જીઆઇડીસીની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક કેબલ રિપેરિંગ દરમિયાન એક

અંકલેશ્વર જીઆઇડીસીની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક કેબલ રિપેરિંગ દરમિયાન એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 36 વર્ષીય કામદાર દિનેશ પ્રજાપતિનું મોત નીપજ્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ગડખોલ ખાતે રહેતા દિનેશભાઈ સીડી પરથી અચાનક નીચે પટકાયા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સહકર્મચારીઓ દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે જીઆઇડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



