VIDEO: અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરી, મામલતદારને પાઠવાયું આવેદન
અંકલેશ્વર ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ
અંકલેશ્વર ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે એક પ્રેરણાદાયી મૌન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. બકરી ઈદ પૂર્વે આયોજિત આ કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરોની સાથે હિન્દુ સમાજના આગેવાનો પણ જોડાયા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવી વડાપ્રધાન સુધી પોતાની માંગ પહોંચાડી હતી.
આવેદનમાં જણાવાયું હતું કે ગાય ભારતની સામાજિક એકતા, આસ્થા અને કૃષિ સંસ્કૃતિનું પ્રતીક છે, તેથી તેને રાષ્ટ્રીય દરજ્જો આપવાથી સાંસ્કૃતિક વારસો વધુ મજબૂત બનશે. બખ્તિયાર પટેલ અને વિનય પટેલ સહિતના અગ્રણીઓએ સરકાર ગૌસંરક્ષણ માટે વધુ અસરકારક પગલાં ભરે તેવી અપેક્ષા સાથે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.



