ભરૂચ જિલ્લાના જંબુસર શહેર સ્થિત હાજી કન્યા શાળામાં શૈક્ષણિક વર્ષ 2026,,27નાશાળા પ્રવે
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
ભરૂચ જિલ્લાના જંબુસર શહેર સ્થિત હાજી કન્યા શાળામાં શૈક્ષણિક વર્ષ 2026,,27નાશાળા પ્રવેશોત્સવની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરનવનાથ ગવ્હાણેની ગરિમામય મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાલવાટિકામાં પ્રવેશ મેળવનારા 21 તેમજ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં જોડાનારા 18 નવા વિદ્યાર્થીઓનું તિલક, પુષ્પગુચ્છ અને મીઠાઈ આપીને ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ મંગલ પ્રસંગે સમગ્ર શાળા પરિસરને રંગોળી તેમજ ફૂલોથી સજાવી સ્વાગત ગીતો સાથે ઉત્સવમય માહોલ ઊભો કરાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સામાજિક સહભાગિતાના અનોખા ઉદાહરણ રૂપે જંબુસર એક્સિસ બેન્ક તરફથી તમામ નવા બાળકોને શૈક્ષણિક દફતર કીટ અને સ્થાનિક દાતા દક્ષાબેન મનોજભાઈ રાણા દ્વારા પુસ્તક સાહિત્ય ભેટ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું, જેની ઉપસ્થિત મહાનુભાવોએ મુક્તમને પ્રશંસા કરી હતી.