VIDEO:રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ
આજે રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મણિનગરની


આજે રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મણિનગરની સરદાર પટેલ સ્કૂલ ખાતે મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી બાળકોને પાઠ્યપુસ્તકો અર્પણ કરી પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે વૃક્ષારોપણ બાદ વિદ્યાર્થીઓને સંબોધતા મંત્રીએ જણાવ્યું કે, આજના આધુનિક યુગમાં શિક્ષકોએ નવી ટેકનોલોજીથી સજ્જ થવું અનિવાર્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આજનો જમાનો માત્ર સર્ટિફિકેટનો નથી પણ કૌશલ્યનો છે, તેથી વિદ્યાર્થીઓએ આડીઅવળી પ્રવૃત્તિઓ છોડી માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી પોતાની કારકિર્દીનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ.




