VIDEO:ખેડૂતોના પ્રશ્ને જંબુસર તાલુકા ભાજપ મહામંત્રી કિરીટભાઈ પટેલનું પક્ષના હોદ્દા પરથી રાજીનામું.
ગુજરાત ભાજપમાં ખેડૂતોના પ્રશ્ને મોટો રાજકીય ભ

ગુજરાત ભાજપમાં ખેડૂતોના પ્રશ્ને મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી કિરીટભાઈ પટેલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા ૩૭ વર્ષથી ભાજપમાં સક્રિય કિરીટભાઈએ આક્ષેપ કર્યો છે કે, પાવર ગ્રીડ કંપનીના મુદ્દે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ બાબતે સરકાર, ધારાસભ્ય અને તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જે ખેડૂતોના મતોથી સરકાર બની, તેમના માટે જ સરકાર બોલવા તૈયાર ન હોવાથી તેમણે ખેડૂતોના હિતમાં રાજીનામુ આપી દીધુ છે...



