મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagarના જેસરમાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ, LC કઢાવી વિરોધ દર્શાવ્યો

Bhavnagar News: સુરત બાદ હવે ભાવનગરમાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ભાવનગર જિલ્

Bhavnagarના જેસરમાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ, LC કઢાવી વિરોધ દર્શાવ્યો

Bhavnagar News: સુરત બાદ હવે ભાવનગરમાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણીયા ગામે સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, અગાઉ શાળાને તાળાબંધી કરી વિરોધ કર્યો હતો જ્યારે આજે ફરી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ વાલીઓ સાથે પોત પોતાનું લીવીંગ સર્ટિફિકેટ કઢાવવા માટે શાળાએ પહોંચ્યા હતા. હાઈસ્કૂલના શિક્ષિકા નિમિષાબેનની બદલી થતાં વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. જેમાં વિદ્યાર્થીઓએ તેમજ તેમના વાલીઓએ લીવીંગ સર્ટિફિકેટ  કઢાવીને વિરોધ વ્યકત કર્યો હતો.

આ સમાચાર શેર કરો