મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagarમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2નો ભોગ લેનાર પોલીસપુત્ર ઝડપાયો

Bhavnagar News: ભાવનગરમાં હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની હતી જેમાં અકસ્માત કરનાર શખ્સ આખરે ઝડપાયો છ

Bhavnagarમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2નો ભોગ લેનાર પોલીસપુત્ર ઝડપાયો

Bhavnagar News: ભાવનગરમાં હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની હતી જેમાં અકસ્માત કરનાર શખ્સ આખરે ઝડપાયો છે. ભાવનગર શહેરમાં કાળીયાબીડ વિસ્તારમાં થયેલી હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોને મોતને ઘાટ ઉતરનાર પોલીસ પુત્ર ઝડપાયો છે.

બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ગઈકાલે ક્રેટા કારના ચાલકે બેફિકરાઈથી કાર ચલાવી ભાર્ગવ ભરતભાઈ ભટ્ટી તેમજ ચંપાબેન વાછાણી નામના મહિલાનું મોત નિપજાવ્યું હતું. જે ઘટના અંગે એ-ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે પોલીસે આ ઘટનાના આરોપી પોલીસપુત્ર હર્ષરાજ અનિરુદ્ધસિંહ ગોહિલને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો