Morbi: બસની માંગ સાથે હળવદ માળિયા હાઇવે પર વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ, 3ની અટકાયત
Morbi News: ગુજરાતભરમાં ઠેર ઠેરથી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ માંગને લઈ રોડ તથા હાઈવે પર ચક્કાજામ કરવાની ઘટનાઓ સામે આવી રહ

Morbi News: ગુજરાતભરમાં ઠેર ઠેરથી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ માંગને લઈ રોડ તથા હાઈવે પર ચક્કાજામ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં મોરબીમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી છે. મોરબી જિલ્લાના હળવદમાં રાણેકપર ચોકડી પર વિદ્યાર્થીઓ દ્વારા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, વિદ્યાર્થીઓએ બસની માંગ સાથે હળવદ માળિયા હાઇવે પર ચક્કાજામ કર્યો છે. ચરાડવાના વિદ્યાર્થીઓએ હાઈવે ચક્કાજામ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અવારનવાર રજૂઆત છતાં બસની વ્યવસ્થા નહીં કરાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. હાઈવે ચક્કાજામ થતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જે મામલે પોલીસે ત્રણ જેટલા લોકોની અટકાયત કરી છે. મોરબીમાં આજે ગૃહ મંત્રી હર્ષ સંઘવી આવવાના છે એવામાં ચક્કાજામ થતા પોલીસ હરકતમાં આવી છે.


