મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Morbiમાં ચક્કાજામની ચીમકી બાદ તંત્ર હરકતમાં આવ્યું, વિદ્યાર્થીઓ માટે રાતોરાત એસટી બસ શરૂ કરાઈ

મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે એસટી બસ શરુ કરવાની માંગ રાતોરાત પૂર્ણ થઈ છે. ચરા

મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે એસટી  બસ શરુ કરવાની માંગ રાતોરાત પૂર્ણ થઈ છે. ચરાડવાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પડતી મુશ્કેલીને ધ્યાને લઈ ચક્કાજામની ચિમકી બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્યારે આજે મોરબીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી આવે તે પહેલાં ચક્કાજામની ચિમકી ઉચ્ચારી હતી. જે બાદ તાત્કાલિક જ  વિદ્યાર્થીઓને અપડાઉન માટે સવારે અને બપોરે બસ શરુ કરવામાં આવી. ધાંગધ્રા એસટી ડેપોના મેનેજર, હળવદ પીઆઈ, મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સહિતના અધિકારીઓ હાજર હતા. રાત્રે અરજી સાંભળી અને સવારે વિદ્યાર્થીઓ માટે એસટી બસ શરૂ કરી દીધી. તો બીજી તરફ ચક્કાજામની પેટર્ન મોરબીમાં અસરકારક નિવડતા લોકો હવે જાગૃત થતાં નેતાઓ અને અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. 

આ સમાચાર શેર કરો