મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બોગસ હોસ્પિટલ બાદ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટનો પર્દાફાશ! નાની દુકાનમાં મસ મોટી ફી લઈને વિદ્યાર્થીઓ સાથે થતાં ચેડાં

સુરતમાં નકલીની ભરમાર ચાલી રહી છે. કોના પર ભરોસો મૂકવો તેવા પ્રશ્નાર્થ વચ્ચે નકલી હોસ્પિટલ

સુરતમાં બોગસ હોસ્પિટલ બાદ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટનો પર્દાફાશ! નાની દુકાનમાં મસ મોટી ફી લઈને વિદ્યાર્થીઓ સાથે થતાં ચેડાં

સુરતમાં નકલીની ભરમાર ચાલી રહી છે. કોના પર ભરોસો મૂકવો તેવા પ્રશ્નાર્થ વચ્ચે નકલી હોસ્પિટલ બાદ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટનો પર્દાફાશ થયો છે. મેડિકલ ઇન્સ્ટિટયુટ પણ બોગસ હોવાનો આક્ષેપ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે NSUI દ્વારા એક સ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં એક શોપિંગ કોમ્પલેક્સની નાની દુકાનમાં આખું ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હતું.

આ પણ વાંચોઃસુરતમાં ઝોલાછાપ હોસ્પિટલના ઉદઘાટને 'પાવરફૂલ' લોકોની પોલ ખોલી, નોતાઓ સહિત પોલીસના અધિકારી હતા હાજર

10 બાય 20ની દુકાનમાં પાંચ કોર્ષ ચાલે છે

પુણા પાટિયા ખાતે આવેલા લા સીટાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના પાંચ કોર્ષ ચલાવાઇ રહ્યા છે. 10 બાય 20ની દુકાનની અંદર પાંચ પ્રકારના મેડિકલ કોર્ષ ચલાવાઈ રહ્યા છે.અહિં વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી લેવાની સાથે ડોક્યુમેન્ટ લઈ લેવાતા હતાં. તપાસમાં ત્યાં મહિલા હતી. જેણે એનએસયુઆઈને કહ્યું કે,અમે માત્ર એડમિશન જ અહીં કરીએ છીએ. અભ્યાસ બેંગ્લોર થાય છે. દરમિયાન ત્રણ વિદ્યાર્થીનીઓ આવી હતી. તે જી.એન.એમ એટલે કે નર્સિંગનો કોર્સ કરતી હોવાનું જણાવ્યું હતું.

80 હજાર ફી લેવાય છે

યુથ કોંગ્રેસના મહામંત્રી રવિ પૂછડિયાએ કહ્યું કે, અહીં માત્ર 10 બાય 20ની દુકાન છે. જેમાં એક નાની ઓફિસ બનાવી દેવામાં આવી છે  પાછળના ભાગમાં બેંચ ગોઠવી દેવામાં આવી છે. અહીં કરાવવામાં આવતા કોર્સની 80,000 સુધીની ફી છે. અહીં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સર્ટિફિકેટ પણ કોઈ ભરતીમાં માન્ય ન હોય તેવું પણ જાણવા મળ્યું છે. જેથી અહીં વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવવામાં આવી રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે.ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કહ્યું કે,જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટયૂટ નામનું કોઈપણ ઇન્સ્ટિટયૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી. આ એકદમ બોગસ છે. આવા ઇન્સ્ટિટયૂટ સામે પગલાં લેવાવા જોઈએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ.

આ સમાચાર શેર કરો