નકલી માર્કશીટથી યુનિ.માં મેળવ્યો પ્રવેશ, વિદ્યાર્થી 2 વર્ષ MBBSમાં ભણી લીધા બાદ ત્રીજા વર્ષે પકડાયો
રાજ્યમાંથી વધુ એક નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત

રાજ્યમાંથી વધુ એક નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ લઈ પ્રવેશ મેળવવાનું કૌંભાડ ઝડપાયું છે. અન્ય રાજ્યના બોર્ડની બોગસ માર્કશીટથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યાનુ ખુલ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ પ્રવેશ મેળવ્યા હતો.
યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષમાં 62 પ્રવેશ રદ કરાયા
યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષમાં 62 પ્રવેશ રદ કરાયા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કસીટિ મેળવ્યો હતો પ્રવેશ. કેટલાક વિદ્યાર્થીઓએ તો એમબીબીએસ સહિત વકીલના પણ અભ્યાસ પૂર્ણ કર્યા છે.
આ પણ વાંચો: VIDEO: મહેસાણાના પાલીજી ગંજમાં ગાયે કિશોરને શિંગડામાં ભરાવીને પછાડ્યો
નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું રેકેટ સામે આવ્યું
યુનિવર્સિટી દ્વારા તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરતાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું રેકેટ સામે આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી શરૂ કરી દેવાઈ છે.






