VIDEO: મોડાસામાં ભારે પવન ફૂંકાતા ઘરોના પતરા ઉડ્યા, અનેક વિસ્તારોમાં ભારે નુકસાન
અરવલ્લીના મોડાસા સહિત અનેક તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે વરસાદી માહોલ વચ્ચે અનેક ક્ષેત્રોમાં
અરવલ્લીના મોડાસા સહિત અનેક તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે વરસાદી માહોલ વચ્ચે અનેક ક્ષેત્રોમાં હોર્ડિંગ, વૃક્ષો અને મકાનોના પતરા ઉડી ગયાની ઘટનાઓ બની હતી. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાવાઝોડું અને વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા તાલુકાના અણદાપુર ગામે મોડી રાત્રે આવેલા વાવાઝોડાને કારણે અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા. વાવાઝોડાના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે. સ્થાનિક વહીવટી તંત્રે નુકસાનનું આકલન કરવાની કામગીરી શરૂ કરી છે.




