VIDEO : અરવલ્લીમાં એસટી બસ રોડ સાઈડ ખાબકી, મોટી જાનહાનિ ટળી
અરવલ્લી જિલ્લામાં મોડાસા બસ ડેપોની એક એસટી બસ માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. વણીયાદ નજીક ઇસરી ત

અરવલ્લી જિલ્લામાં મોડાસા બસ ડેપોની એક એસટી બસ માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. વણીયાદ નજીક ઇસરી તરફ જઈ રહેલી બસ રોડ સાઈડ ખાબકી ગઈ હતી. પ્રાથમિક વિગતો અનુસાર બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માત સમયે બસમાં કોઈ મુસાફર સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. બસને થયેલા નુકસાન અંગે માહિતી મેળવવાની કામગીરી હાથ ધરાઈ છે. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


