VIDEO: વિચિત્ર અકસ્માત: નવસારીમાં ધોધમાર વરસાદ વચ્ચે એકસાથે ૫ ગાડીઓ ટકરાઈ, ભારે ટ્રાફિકજામ!
નવસારી શહેરમાં આભમાંથી વરસતી આફત વચ્ચે જમાલપોર રોડ પર એક વિચિત્ર અ


નવસારી શહેરમાં આભમાંથી વરસતી આફત વચ્ચે જમાલપોર રોડ પર એક વિચિત્ર અને મોટો અકસ્માત સર્જાયો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઓછી હતી, તે દરમિયાન ચર્ચની સામેથી પસાર થઈ રહેલી એક ગાડીના ચાલકે અચાનક બ્રેક મારી દીધી હતી. બ્રેક વાગતાં જ પાછળ આવી રહેલી અન્ય ચાર ગાડીઓ એકબીજા સાથે ધડાધડ ટકરાઈ ગઈ હતી, આમ એકસાથે પાંચ ગાડીઓનો અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ચારેય ગાડીઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જમાલપોર રોડ શહેરનો અત્યંત ધમધમતો માર્ગ હોવાથી અને અકસ્માતગ્રસ્ત વાહનો રસ્તાની વચ્ચે જ અટવાઈ પડતાં હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.




