Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Demand for human urine and chicken droppings is increasing worldwide!

વૈશ્વિક યુદ્ધની વિચિત્ર અસર; વિશ્વભરમાં વધી રહી છે મનુષ્યના યુરિન અને મરઘાંના ચરકની માંગ! 

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
વૈશ્વિક યુદ્ધની વિચિત્ર અસર; વિશ્વભરમાં વધી રહી છે મનુષ્યના યુરિન અને મરઘાંના ચરકની માંગ! 
સોર્સ : GSTV

ઈરાન-અમેરિકા તણાવે વિશ્વભરમાં ખાતરની કટોકટી ઊભી કરી દીધી છે. સપ્લાયમાં ઘટાડો થવાને કારણે કિંમતોમાં જબરદસ્ત વધારો થયો છે. આવા સમયમાં ખેડૂતો રાસાયણિક ખાતરને બદલે માનવ મૂત્ર (પેશાબ) અને મરઘાંના ચરક જેવા અનોખા વિકલ્પો અપનાવી રહ્યા છે.

App Store

ઈરાન-અમેરિકા તણાવના કારણે વૈશ્વિક સ્તરે પરંપરાગત નાઇટ્રોજન ખાતરોનો સપ્લાય ખોરવાઈ ગયા પછી, દુનિયાભરના ખેડૂતો પાકને બચાવવા માટે નવા અને અનોખા વિકલ્પો શોધી રહ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, રાસાયણિક ખાતરો જેવા કે યુરિયાની આસમાન આંબતી કિંમતો વચ્ચે હવે માનવ મૂત્ર, મરઘાંના ચરક અને અળસિયાના ખાતર જેવા કુદરતી અને જૈવિક વિકલ્પોની અચાનક ભારે માંગ વધી ગઈ છે.

દુનિયાભરમાં વપરાતા કુલ યુરિયાનો લગભગ ત્રીજો ભાગ ખાડી દેશોના વિસ્તારમાંથી આવે છે. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર નાકાબંધી થવાને કારણે યુરિયાના ભાવ ઘણા વર્ષોના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. સાથે જ આ નાકાબંધીના લીધે સપ્લાય પણ પ્રભાવિત થયો છે. આથી જ ખેડૂતોએ બીજા વિકલ્પો શોધવાનું શરૂ કરી દીધું છે.

કિંમતો ક્યાં સુધી પહોંચી?

યુદ્ધ શરૂ થયા પછી ઇજિપ્તનું યુરિયા 90% થી વધુ વધીને 940 ડોલર પ્રતિ ટન પર પહોંચી ગયું છે. વિશ્વ બેંકનું અનુમાન છે કે આ વર્ષે ખાતરની કિંમતોમાં લગભગ એક તૃતીયાંશ (30%) નો વધારો થઈ શકે છે, જેનાથી ખાદ્ય સંકટ (અનાજની તંગી) ઘેરાવવાનો ડર છે. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ચેતવણી આપી છે કે આના કારણે વધારાના 4.5 કરોડ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી શકે છે.

"કૃત્રિમ ખાતરોએ એક સદીથી વૈશ્વિક ખાદ્ય ઉત્પાદનને સંભાળી રાખ્યું છે. એવો કોઈ પુરાવો નથી કે તમે આ ખાતરોને સંપૂર્ણપણે હટાવી દો અને પાકનું ઉત્પાદન પણ એટલું જ જળવાઈ રહે. આ સંકટનો કોઈ જાદુઈ ઈલાજ નથી."

- જેમ્સ મિલ્સ, બ્રિટિશ ખેડૂત

માનવ મૂત્રમાંથી બેક્ટેરિયા ફીડ

આ કટોકટીએ તે જૈવિક ઉત્પાદનો (બાયો ફર્ટિલાઇઝર્સ) ને એક મોટી તક આપી દીધી છે, જેને ખેડૂતો અત્યાર સુધી રાસાયણિક ખાતરોની સરખામણીમાં નબળા ગણતા હતા. આનાથી ઘણા સ્ટાર્ટઅપ્સને પણ ગ્રોથ (વિકાસ) કરવાની તક મળી શકે છે.

મૂત્રમાંથી બનેલું ખાતર: 

ફ્રાન્સના સ્ટાર્ટઅપ 'ટૂપી ઓર્ગેનિક્સ' (Toopi Organics) એ શાળાઓ અને તહેવારોમાંથી માનવ મૂત્ર એકઠું કરીને તેને એક એવા બેક્ટેરિયા ફીડમાં બદલવાનું શરૂ કર્યું છે જે છોડના વિકાસમાં મદદ કરે છે. ફેબ્રુઆરી પછી કંપનીના વેચાણમાં 25% નો ઉછાળો આવ્યો છે. કંપનીના પ્રતિનિધિ ફ્રાન્સ્વા જેરાર્ડે જણાવ્યું કે, "યુદ્ધ અમારા બિઝનેસ માટે વરદાન સાબિત થયું છે. કાચા માલ તરીકે મૂત્ર દરેક જગ્યાએ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે."

મરઘાંના ચરક અને અળસિયા: 

મલેશિયાની ડેરી કંપની 'ફાર્મ ફ્રેશ બીએચડી' ગાય-ભેંસના મળમૂત્ર અળસિયાને ખવડાવે છે, જેનાથી તૈયાર થતું ખાતર ઘાસને ફળદ્રુપ બનાવે છે. હવે તેઓ તેમાં મરઘાંના ચરક પણ ઉમેરી રહ્યા છે. બ્રિટનના ખેડૂત જેમ્સ મિલ્સ જણાવે છે કે હવે મરઘાંના ચરક વેચનારાઓ પાસે ખરીદદારોની લાંબી લાઈનો લાગી છે.

સસ્તા જૈવિક વિકલ્પો

અમેરિકન કંપની 'પિવટ બાયો' (Pivot Bio) એ પોતાના જૈવિક ખાતરોના ભાવમાં 15% સુધીનો ઘટાડો કર્યો છે. આનાથી અમેરિકન ખેડૂતોને પરંપરાગત ખાતરોની સરખામણીમાં 65% સુધીની બચત થઈ રહી છે. પિવટ બાયોને બિલ ગેટ્સનું પણ સમર્થન મળેલું છે.

થાઇલેન્ડના સ્ટાર્ટઅપ 'લિવિંગ રૂટ્સ'નું ઉત્પાદન યુરિયાની સરખામણીમાં ઘણું સસ્તું પડી રહ્યું છે.

સરકારો પણ આપી રહી છે પ્રોત્સાહન

ખાતરની ભારે અછતને જોતા યુરોપિયન યુનિયન (EU) એ આ અઠવાડિયે એક નવી ફર્ટિલાઇઝર સ્ટ્રેટેજી (ખાતર વ્યૂહરચના) રજૂ કરી છે. આ અંતર્ગત રાસાયણિક ખાતરોના બદલે બાયો-બેઝ્ડ એટલે કે જૈવ-આધારિત ખાતરો અને બાયોગેસમાંથી નીકળતા કચરાના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.