Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Silver recovers strongly after falling by over ₹6900, gold also rebounds

સોના-ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ: ચાંદીમાં ₹6900થી વધુનો કડાકો બોલાયા બાદ જોરદાર રિકવરી, સોનામાં પણ તેજી

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ: ચાંદીમાં ₹6900થી વધુનો કડાકો બોલાયા બાદ જોરદાર રિકવરી, સોનામાં પણ તેજી
સોર્સ : GSTV

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના ભણકારા તેમજ વૈશ્વિક શેરબજારોમાં આવેલા મોટા કડાકાની સીધી અસર હવે કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી રહી છે. મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવોમાં ભારે અસ્થિરતા અને ઉથલપાથલ નોંધાઈ છે. શરૂઆતના સત્રમાં ચાંદીના ભાવમાં આશરે ₹6900થી વધુનો મોટો કડાકો જોવા મળ્યો હતો, પરંતુ વૈશ્વિક સ્તરે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગ વધતા નીચલા સ્તરેથી બજારે જોરદાર રિકવરી દર્શાવી છે.

App Store

ચાંદીના ભાવમાં રિકવરીના આંકડા

સત્તાવાર વાયદા બજારના આંકડા અનુસાર, 3 જુલાઈ 2026ના કરારવાળી ચાંદી (SILVER) નો વાયદો MCX પર ₹2,67,400 ના સ્તરે ઓપન થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે ₹2,64,949 ના નીચલા સ્તરે (Low) સરકી ગયો હતો, જે અગાઉના બંધ ₹2,71,886 ની સરખામણીએ મોટો ઘટાડો દર્શાવે છે. જો કે, દિવસની શરૂઆતમાં ટ્રેડિંગ દરમિયાન બજારે શાનદાર વાપસી કરી હતી અને ચાંદી ₹2,74,145 ની ઊંચી સપાટી (High) ને સ્પર્શીને, ₹1709 (+0.63%) ના વધારા સાથે ₹2,73,595 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઇ રહી હતી. 

સોનાના ભાવમાં પણ તેજીનો વલણ

બીજી તરફ, સોનાના રોકાણકારો માટે પણ આ સપ્તાહ તેજીમય રહ્યું છે. 5 જૂન 2026 ના કરારવાળો સોના (GOLD) નો વાયદો બજારમાં ₹1,58,076 પર ખુલ્યો હતો. બજારમાં મજબૂતી આવતા સોનું ₹1,57,547 ના નીચલા સ્તરેથી રિકવર થઈને ₹1,58,850 ની હાઈ સપાટીએ પહોંચ્યું હતું. આખરી સત્રમાં સોનું ₹153 (+0.10%) ના સાધારણ વધારા સાથે ₹1,58,700 પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થતું જોવા મળ્યું હતું, જે તેના અગાઉના બંધ ₹1,58,547 કરતાં વધારે છે.

શા માટે વધી રહ્યા છે ભાવો?

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે પણ વૈશ્વિક સ્તરે યુદ્ધ કે રાજદ્વારી તણાવની સ્થિતિ ઊભી થાય છે, ત્યારે રોકાણકારો શેરબજારમાંથી નાણાં ખેંચીને સોના અને ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. હોર્મુઝની નાકાબંધી અને વૈશ્વિક શેરબજારોના ધબડકાને કારણે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં હજુ પણ મોટી તેજી જોવા મળી શકે છે.