મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તંત્રની વિચિત્ર નીતિ; જ્યાં કોઈ વસાહત નથી ત્યાં કરોડોનો સીસી રોડ, જ્યારે રહીશો ખાડા-ધૂળવાળા રસ્તાઓ વચ્ચે રહેવા મજબૂર!

હળવદ નગરપાલિકાના વિચિત્ર વહીવટ અને પક્ષપાતભરી નીતિ સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી ર

હળવદ નગરપાલિકાના વિચિત્ર વહીવટ અને પક્ષપાતભરી નીતિ સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા સોમનાથ બંગલાથી ફ્લોરા સોસાયટી સુધીના એવા વિસ્તારમાં 8 કરોડના ખર્ચે સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં હજુ સુધી કોઈ વસાહત નથી, જ્યારે વર્ષોથી વેરો ભરતા નાગરિકો આજે પણ ધૂળ અને ખાડાવાળા રસ્તાઓ વચ્ચે રહેવા મજબૂર છે. જનહિતને બદલે બિલ્ડરો પર મહેરબાની કરવાના આક્ષેપ સાથે શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યાં લોકો રહે છે ત્યાં વર્ષોથી ઉપેક્ષા કેમ? ખાલી પ્લોટો વચ્ચે ચમકતા રોડ તૈયાર કરી દેવાની પાલિકાની આ એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિએ સમગ્ર હળવદમાં વિકાસના નામે મોટા ખેલની ચર્ચાઓ જગાડી છે.

આ સમાચાર શેર કરો