રાજ્યમાં ચોમાસાની તોફાની બેટિંગ: 7 જિલ્લામાં આભ ફાટવાની આશંકા વચ્ચે રાજકોટ અને ભાવનગર સહિત વધુ ૯ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર
Gujarat Weather Updates : ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ

Gujarat Weather Updates : ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળી નાખ્યા છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યાં માંગરોળમાં 22.20 ઈંચ, માળિયા હાટિનામાં 14.09 ઈંચ, ડાંગના વઘઈમાં 13.31, સુરતના અંબિકામાં 13.19 ઈંચ જેટલો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે આજે પણ હવામાન વિભાગ દ્વારા 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કયા 7 જિલ્લામાં રેડ એલર્ટ
ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં પણ રેડ એલર્ટ જાહેર
કેટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરુચ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા








