મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આબુથી પરત આવી રહેલી ગુજરાતી પ્રવસીઓની બસ પર પથ્થરમારો, એક મહિલા ઈજાગ્રસ્ત

આબુ જઈને પરત આવતા ગુજરાતી પ્રવસીઓની બસ પર રાજસ્થાન બોર્ડર નજીક પથ્થરમારો થયો હતો. આ ઘ

આબુથી પરત આવી રહેલી ગુજરાતી પ્રવસીઓની બસ પર પથ્થરમારો, એક મહિલા ઈજાગ્રસ્ત

આબુ જઈને પરત આવતા  ગુજરાતી પ્રવસીઓની બસ પર રાજસ્થાન બોર્ડર નજીક પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઇ છે. આ સમગ્ર ઘટના અંગે રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી છે. 

બસના બે મોટા કાચ તૂટી ગયા

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગુજરાતી પ્રવસીઓને આબુ લઈને જય રહેલી ગુજરાતની સૌથી મોટી ટ્રાવેલ્સ એજન્સી ગુજરાત ટ્રાવેલ્સની બસ કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બસના બે મોટા કાચ તૂટી ગયા હતા. જો કે ડ્રાઈવરે બસ ભગાડતાં લૂંટ જેવી મોટી ઘટના બનતા અટકી છે. 

એક મહિલા ઈજાગ્રસ્ત 

આ ઘટનામાં બસમાં 10 જેટલા મુસાફરો સવાર હતા, જો કે એક મહિલાને જ ઈજાઓ થઇ છે. આજે બપોરે બસ પરત અંબાજી આવી હતી. આ ઘટના અંગે રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી છે. અગાઉ 3 નવેમ્બરના રોજ આ જ જગ્યાએ ત્રણ કાર પર પથ્થરમારાની ઘટના બની હતી.

આ સમાચાર શેર કરો