માવઠું ખેડૂતોને રડાવશે: કમોસમી વરસાદથી શાકભાજી, કઠોળ અને બાગાયતી પાકમાં પેઠો સડો
ગુજરાતના હવામાનમાં ભારે પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતના હવામાનમાં ભારે પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ઉભા ખેતરોમાં પાકને નુકશાન કર્યું છે. હાલ લાખો હેક્ટરમાં કપાસ ઉપરાંત મગફળીનો પાક ઉભો છે જે વરસાદી પાણીમાં ભીંજાતા બગડી જાય તેવી સ્થિતિમાં છે.
કઠોળના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યુ
આ ઉપરાંત કઠોળના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. શાકભાજીમાં વાલોળ, દુધી અને તુરીયા તો સડી જવાની સ્થિતિમાં છે. જો હજુ એકાદ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશેતો મોટાભાગની વેલાની શાકભાજી નાશ પામશે તેવી ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ કોબી, ફ્લાવરસ રીંગણ જેવી શાકભાજીમાં ભેજભર્યા વાતાવરણને લીધે ઈયળ અને જીવજંતુનો ઉપદ્રવ વધી જશે. માત્ર મગફળી, કપાસ અને શાકભાજીને જ નહી બાગાયતી પાકને પણ ઘણું નુકશાન પહોંચ્યું છે.
ખેડૂતોને થશે મોટું નુકશાન
બીજી તરફ કોબી, ફુલાવર, રીંગણ જેવી શાકભાજીમાં ભેજભર્યા વાતાવરણને લીધે ઈયળ અને જીવજંતુનો ઉપદ્રવ વધી જશે, ખાસ કરીને કેળાના પાકને નુકશાન થયાના અહેવાલ સામે આવ્યા છે. કેળાનો ભાવ 5060 બોલાઈ રહ્યો છે, જ્યારે ખેડૂતો પાસેથી 100-140 સુધીમાં 20 કિલો કેળા ખરીદવામાં આવે છે, એટલેકે 5-7 રૂપિયા કિલોના ભાવે ખરીદવામાં આવે છે. ટૂંકમાં ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદના મારથી બેહાલ ખેડૂતોને માંડ કળ વળી ત્યાં ફરી આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે.






