મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સ્ટોરમાં કર્મચારીઓ જ કરતાં ચોરી, કેબલ પર હાથ ફેરો કરી કંપનીના માણસને સસ્તામાં વેચી દેનારા 3 ઝડપાયા

સુરત શહેરના વરાછાના જીયો સ્ટોરમાંથી રૂપિયા 5.72 લાખના કેબલ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. સ્ટોરના ચ

સુરતમાં સ્ટોરમાં કર્મચારીઓ જ કરતાં ચોરી, કેબલ પર હાથ ફેરો કરી કંપનીના માણસને સસ્તામાં વેચી દેનારા 3 ઝડપાયા

સુરત શહેરના વરાછાના જીયો સ્ટોરમાંથી રૂપિયા 5.72 લાખના કેબલ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. સ્ટોરના ચોકનો હિસાબ કરવામાં આવતા ચોરી થયાનું સામે આવ્યું હતું. આ કેબલ કંપનીના જ માણસને સસ્તામાં વેચી દેવામાં આવતો હતો. આ ચોરીના કેસમાં હેલ્પર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

બીલ વગર બહાર લઈ જતાં

ખટોદરા જીઆઈડીસી રીલાયન્સ મોલ પાસે રહેતા મુકેશ મોહનલાલ રાયકવાર બરોડા પ્રિસ્ટેજ વરાછા મેઈન રોડ રાજહંસ શોપીંગ સેન્ટર જીઓ સેન્ટરમાં સ્ટોર મેનેજર તરીકે નોકરી કરે છે. વરાછા જીયો સ્ટોરમાંથી કેબલ બીલ વગરના બહાર નીકળે છે તેવી માહિતી મળી હતી. તપાસ કરતા હેલપર નામે બબલુકુમાર રૂા. 5.72 લાખની કિંમતના કેબલ બીલ વગર જ બહાર લઈ જતો હતો અને તેની એન્ટ્રી જોવા મળી ન હતી. 

3 ઝડપાયા

આ બાબતે બબલુકુમારને પુછતાં તેણે પોતે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ સાથે જ સ્ટોરમાં ખબર નહીં પડે તે માટે મુવમેન્ટ કોડની એન્ટ્રી કરી નાંખી હતી. બબલુકુમારે રૂપિયાની જરૂરીયાત હોવાથી કેબલ કાઢી કંપનીમાં જ નોકરી કરતા નામે વિજયકુમાર પિતાબંર પરદેશી અને રમેશકુમાર મનીષ પટેલને વેચાણ કર્યાનું જણાવ્યું હતું. પોલીસે ડિંડોલી દેલવાડા યશોદાનંદન રેસીડેન્સી પાસે રહેતાં બબલુકુમાર સીંગ કૌશલકિશોર સીંગ, ઉત્રાણ રેલવે સ્ટેશન પાસે શિજીનગરમાં રહેતો રમેશકુમાર મનીષભાઈ પટેલ અને વિજય પરદેશીની સામે ચોરીની ફરિયાદ નોંધી તેઓની ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો