મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: HMPV વાયરસ કેસ મુદ્દે ડોક્ટરનું નિવેદન, આપી બાળકના હેલ્થની અપડેટ

ચીનના ખતરનાક વાયરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં નોંધ

VIDEO: HMPV વાયરસ કેસ મુદ્દે ડોક્ટરનું નિવેદન, આપી બાળકના હેલ્થની અપડેટ

ચીનના ખતરનાક વાયરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં નોંધાયો છે.  શંકાસ્પદ ગણાતા 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયો હતો. આ બાળકનો રિપોર્ટ 26 ડિસેમ્બરે આવી ચૂક્યો હતો. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓએ આ વાત અત્યાર સુધી કેમ છુપાવી રાખી એ પણ તપાસનો વિષય બન્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા મોટી બેદરકારી દાખવવા બદલ AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવવાની તૈયારી કરી લીધી છે.. ત્યારે હવે હોસ્પિટલ મેનેજમેન્ટે આ બાબતે ખુલાસો કર્યો છે. 

આ પણ વાંચોઃ VIDEO: ગુજરાતમાં HMPV વાયરસને લઇને હોસ્પિટલની ગંભીર બેદરકારી, AMC નોટિસ ફટકારાશે

ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલના ડો. નિરવ પટેલે કહ્યું કે, આ બાળકને જન્મ સમયે પણ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. તેને ન્યુમોનિયાના લક્ષણો જણાતા હતા. પરંતુ આ થોડો હેવી ન્યુમોનિયા જેવું હતું. બાળકને ઓક્સિજનની જરૂર પડતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સુધારા પર છે. એકાદ બે દિવસમાં બાળકને રજા આપી શકાશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાતા ખળભળાટ, 2 મહિનાનો બાળક પોઝીટીવ

આ બાબતે અમે મ્યુનિસિપાલિટીના આરોગ્ય અધિકારીને પણ સંપૂર્ણ માહિતી આપી દીધી છે. જણાવી દઈએ કે, રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાવલા તાલુકાના રિચા ગામના બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યોગ્ય સારવાર કરવામાં આવી છે. અને 2 મહિનાના બાળકની તબિયત હાલ સ્થિર છે. 

આ સમાચાર શેર કરો