જાતિય સતામણી કેસ: રાજ્યની વિશેષ અદાલતે 65 વર્ષના વૃદ્ધને ફટકારી 5 વર્ષની સખ્ત સજા, 9 વર્ષની બાળકી સાથે કર્યા હતાં અડપલાં
જાતિય સતામણી કેસમાં રાજ્યની વિશેષ અદાલતે મહત્ત્વપર્ણ ચુકાદો સંભળાવ્યો છે. મળત

જાતિય સતામણી કેસમાં રાજ્યની વિશેષ અદાલતે મહત્ત્વપર્ણ ચુકાદો સંભળાવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે 65 વર્ષના આરોપીએ જાતીય ઈચ્છાઓને પૂર્ણ કરવા 9 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા હતા. બાળકીએ તેની માતાને આ મામલે જાણ કરી હતી. બાળકીએ ગુડ ટચ - બેડ ટચ દ્વારા જણાવ્યું હતું. બાળકીના પરિવારે સમગ્ર બાબતે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
ધર્મેશ મોદીને 5 વર્ષની સખત કેસ અને 10 હજારનો દંડ ફટકાર્યો
પોલીસે પોક્સો હેઠળ વૃદ્ધને ઝડપી લીધો હતો. વૃદ્ધ સામે ગુનો દાખલ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ કેસના ટ્રાયલ દરમિયાન ભોગ બનનાર હોસ્ટાઇલ થયા હતા. તે બાદ પણ કોર્ટે વૃદ્ધને સજા સંભળાવી હતી. વિશેષ અદાલતે ધર્મેશ મોદીને 5 વર્ષની સખત કેસ અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.
વૃદ્ધે બાળકી સાથે આ કુકર્મ આચર્યું
બચાવ પક્ષે આરોપીની ઉંમરને ધ્યાનમાં રાખીને ઓછી સજા કરવાની પણ દલીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વૃદ્ધે તેની જાતિય ઈચ્છાઓને પૂર્ણ કરવા બાળકી સાથે આ કુકર્મ આચર્યું હતું.






