મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજ્યના પોલીસ વડાએ ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્રની ઓચિંતા લીધી મુલાકાત, લોકો સાથે કર્યો સંવાદ

રાજ્યના પોલીસ વડા DGP જી.એસ. મલિક હવે નાગરિકોની ફરિયાદોના ઝડપી અને પારદર

રાજ્યના પોલીસ વડા DGP જી.એસ. મલિક હવે નાગરિકોની ફરિયાદોના ઝડપી અને પારદર્શી નિકાલ માટે એક્શન મોડમાં જોવા મળ્યા છે. તેમણે ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર અને પોલીસ ભવનના કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન DGPએ કામગીરીની સમીક્ષા કરી અને અરજીઓ લઈને આવેલા નાગરિકો સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે સામાન્ય લોકોને પોતાના પ્રશ્નો માટે ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે જિલ્લા સ્તરે જ મજબૂત વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તમામ અરજીઓનો સમયસર નિકાલ થાય તે માટે સંબંધિત જિલ્લાઓને સૂચનાઓ આપવામાં આવી છે. જનસંપર્ક કેન્દ્રને જનતા અને પોલીસ વચ્ચે વિશ્વાસનો સેતુ ગણાવવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો