GSRTCના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં મળશે આટલું વળતર
GSRTCના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય કર્યો છે. એસ.ટી. નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે આ નિ

GSRTCના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય કર્યો છે. એસ.ટી. નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે આ નિર્ણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં રૂ. ૮ થી ૧૦ લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે રૂ.૧૪ લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ બાબત ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.




