મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં પુરમાં ફસાયેલી સ્ટાર ક્રિકેટરનો NDRFએ બચાવ્યો જીવ

ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મૂશળધાર વરસાદના કારણે ઘણા જિલ્લામાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે.

વડોદરામાં પુરમાં ફસાયેલી સ્ટાર ક્રિકેટરનો NDRFએ બચાવ્યો જીવ

ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મૂશળધાર વરસાદના કારણે ઘણા જિલ્લામાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ અને પુરના કારણે ગુજરાતના 18 જિલ્લા પ્રભાવિત છે. અનેક જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. વરસાદમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આ છે.

ભારતની મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ

વડોદરામાં વિશ્વામિત્રીના પાણી શહેરમાં ફરી વળતાં અનેક વિસ્તારો બેટમાં બદલાયા છે. જેમાં ભારતની મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી.

એનડીઆરએફ ટીમનો આભાર માન્યો

સ્ટાર સ્પિનર રાધા યાદવ વડોદરાના પુરમાં ફસાઈ ગઈ હતી, તેને એનડીઆરએફની ટીમે બચાવી છે. રાધાએ આ અંગે વીડિયો જારી કરી એનડીઆરએફ ટીમનો આભાર માન્યો છે. રાધાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી વીડિયોમાં જણાવ્યું છે કે, ‘અમે ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અમને બચાવવા બદલ એનડીઆરએફ ટીમનો ખૂબ ખૂબ આભાર.’

24 વર્ષીય રાધાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 4 વનડે અને 80 ટી20 મેચ રમી છે. જેમાં તેણે કુલ 91 વિકેટ લીધી છે. રાધાની આગામી મહિલા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. વિમન્સ ટી20 વર્લ્ડ કપ 3થી 20 ઓક્ટોબર સુધી દુબઈ અને શારજહાંમાં રમાશે.

આ સમાચાર શેર કરો