સુરતમાં ફેરવેલ પાર્ટીમાં લક્ઝુરિયસ કારમાં સીનસપાટા પાડનાર સામે કાર્યવાહી, 20 ગાડીઓ જપ્ત કરાઈ
સુરતના જહાંગીરપુરા -દાંડી રોડની ફાઉન્ટન હેડ સ્કુલના વિદ્યાર્થીઓએ વૈભવી કાર સાથે રેલી કાઢી હોવાનો વીડિય

સુરતના જહાંગીરપુરા -દાંડી રોડની ફાઉન્ટન હેડ સ્કુલના વિદ્યાર્થીઓએ વૈભવી કાર સાથે રેલી કાઢી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફેરવેલમાં રોલો પાડવા માટે રીતસર વૈભવી કારનો રોડ શો યોજી કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા. જોકે, આ મામલે સુરતની પાલ પોલીસે 20 જેટલી ગાડીઓ જપ્ત કરી છે.
વાલીઓએ કાર આપી દેતા કાર્યવાહી
કેટલાક વિદ્યાર્થીઓએ કાર પર જોખમી રીતે બેસી સવાર થયા હતા. આ વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે કારની અને કારમાં સવાર વિદ્યાર્થીઓની ઓળખ કરી કાર્યવાહી શરૂ કરી છે. ત્રણ વિદ્યાર્થીઓ પાસે લાઈસન્સ ન હોવા છતા વાલીઓએ કાર આપી દેતા વાલીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે અન્ય જે કારમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે સવાર થયા હતા તેના ડ્રાઈવરો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રેલી કાઢી ઉજવણી કરી
જહાંગીરપુરા -દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કુલના આચાર્ય સાથે અલગ અલગ મુદ્દે પૂછપરછ કર્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે 'જો વાલી કસુરવાર ઠરશે તો પોલીસ કે પછી આરટીઓ કાર્યવાહી કરશે અને જો શાળા આ બાબતે કસુરવાર હશે તો એનઓસી રદ થવા સુધીની કાર્યવાહી કરાશે.' સુરત નજીકના ફાઉન્ટેન હેડ સ્કુલના બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા ફેરવેલ માટે ડી-માર્ટથી છેક સ્કુલ સુધી હાઈફાઈ કારોના કાફલા સાથે રેલી કાઢીને જે ઉજવણી કરાઈ હતી. તે ઉજવણીના શહેરભરમાં ભારે પડઘા પડ્યા છે. એકબાજુ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.








