મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના વાવમાં દોડતો SRP જવાન ઢળી પડ્યો, PSIની પરિક્ષાના ગ્રાઉન્ડમાં જ મળ્યું મોત

રાજ્યમાં હાલ પીએસઆઈની પરિક્ષાઓ ચાલી રહી છે. ત્યારે ગ્રાઉન્ડ પરિક્ષામાં ઉમેદવારોને 5 કિલોમીટર દોડાવવામાં આવી રહ્

સુરતના વાવમાં દોડતો SRP જવાન ઢળી પડ્યો, PSIની પરિક્ષાના ગ્રાઉન્ડમાં જ મળ્યું મોત

રાજ્યમાં હાલ પીએસઆઈની પરિક્ષાઓ ચાલી રહી છે. ત્યારે ગ્રાઉન્ડ પરિક્ષામાં ઉમેદવારોને 5 કિલોમીટર દોડાવવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરત જિલ્લાના વાવ ખાતે પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરિક્ષા દરમિયાન એક ઉમેદવારનું ઢળી પડતાં મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચોઃ સુરતમાં વિદ્યાર્થિની આપઘાત કેસની તપાસમાં પાંચ સભ્યોની કમિટી, RTEના 68 વાલીઓને DEOઓએ બોલાવ્યા

12 રાઉન્ડમાં ઢળી પડ્યો

વાલિયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીત PSIની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા. સવારે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ દરમિયાન સવારે 4:45 વાગ્યે તેઓ 12મા રાઉન્ડમાં દોડતા અચાનક બેભાન થઈને પડી ગયા હતા.

પીએસઆઈ બનવાનું સપનું અધરું રહ્યું

ફરજ પરના ડૉ. ચિરાગ કટારિયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દીનબંધુ હોસ્પિટલ, ખોલવડ ખસેડવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારનાં પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. મૃતદેહને વધુ કાર્યવાહી માટે સીએચસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. જવાનનું પીએસઆઈ બનવાનું સપનું અધુરું રહ્યું હતું.

આ સમાચાર શેર કરો