સુરતમાં વિદ્યાર્થિની આપઘાત કેસની તપાસમાં પાંચ સભ્યોની કમિટી, RTEના 68 વાલીઓને DEOઓએ બોલાવ્યા

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ ૮ની વિદ્યાર્થીની સોમવારે સાંજે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જોકે સ્કૂલની ફી ન ભરતા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને ક્લાસમાં અને ટોઇલેટ પાસે ઉભી રાખવામાં આવતા આ પગલું ભરી લીધું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. જ્યારે સ્કૂલ સંચાલકોએ આક્ષેપને ખોટો ગણાવ્યો છે. જે અંગે ડીઈઓએ કહ્યું કે, પાંચ સભ્યોની કમિટી બનવામાં આવી છે.
ફી બાબતે આપઘાત-વાલી
ડીઈઓએ કહ્યું કે, વિદ્યાર્થિની અભ્યાસમાં અનિયમિત હતી. મૃતકની બહેન પણ એ જ શાળામાં અભ્યાસ કરે છે. બન્ને બેહનોની ફી ભરવાની બાકી છે. વિદ્યાર્થિનીનું શાળામાં પ્રથમ વર્ષ હતું. આગાઉ તે અન્ય શાળામાં અભ્યાસ કરતી હતી. ફી બાબતે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે તેવો મૃતકનો પરિવારે આક્ષેપ કર્યો છે. ત્યારે DEOની ટીમ આજે રિપોર્ટ સબમિટ કરે તેવી શક્યતા છે.
ખોટી રીતે RTEમાં એડમિશન લેનાર સામે ફોજદારી
જિલ્લા શિક્ષાણા અધિકારી દ્વારા 68 વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો મામલે નિવેદન અપાયું હતું. ડી.ઇ.ઓ ભગિરથસિંહ પરમારે કહ્યું કે, વાલીઓએ આવક કરતા ઓછી આવકનું પ્રમાણપત્ર ખોટી રીતે મેળવ્યું છે. કેટલાક વાલીઓની 74 લાખની હોમ લોન છે, કેટલાક વાલીઓ એટલેકે પતિ પત્ની બન્નેની 4.5 લાખ રિટર્ન ભરી રહ્યા છે. અન્ય 32 વિદ્યાર્થીઓના વાલીઓને આજે બોલાવવામાં આવ્યા છે. વાલીઓને આજે સાંભળવામાં આવશે. જરૂર જણાશે તો એ વાલીઓ સામે પણ ફોજદારી દાખલ કરવા સૂચના અપાશે. હજી પણ ઘણી સ્કૂલો આ રીતે આગળ આવી રહી છે જ્યાં ગેરકાયદે પ્રવેશ લેવામાં આવ્યા છે.

