Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Fire breaks out in a cafe near a college in Vesu

VIDEO: સુરતના વેસુમાં કોલેજ પાસે કેફેમાં લાગી આગ, અડધી રાતે ફાયરબ્રિગેડના સાયરનથી ગુંજ્યો વિસ્તાર

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2025
લાઇવ ટીવીGoogle News

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેસુમાં આવેલી ભગવાન મહાવીર કોલેજ પાસે આગ લાગી હતી. રાત્રિના 12.20 કલાકે આગ લાગી હતી. જેથી ભારે અફડાતફડી મચી ગઈ હતી. રાત્રિના સમયે ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, રાત્રિના શાંત માહોલમાં ફાયરબ્રિગેડની ગાડીઓના સાયરનના અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

App Store

આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં અંગત અદાવતમાં સોસાયટીમા મારામારી, પકડાયેલા આરોપીઓનું ઘટના સ્થળે કરાયુ પંચનામું