Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Panchnama of the arrested accused was done at the scene

VIDEO: સુરતમાં અંગત અદાવતમાં સોસાયટીમા મારામારી, પકડાયેલા આરોપીઓનું ઘટના સ્થળે કરાયુ પંચનામું

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2025
લાઇવ ટીવીGoogle News

સુરતના ડિંડોલી વિસ્તારમાં અંગત અદાવતે મારામારીની ઘટના બની હતી. ઘટનામાં કારચાલકે એક યુવકના ગળાના ભાગે ચપ્પુ મારી દેતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે ચાર આરોપીઓને પકડીને તેમને ઘટના સ્થળે લઈ જઈ રી-કન્ટ્રક્શન કર્યુ હતું.

App Store

આ પણ વાંચોઃ બોગસ ડોક્ટરના હબ સુરતમાંથી 3 ઝડપાયા, 60 રૂપિયામાં કરતા હતાં 'સારવાર'

બે યુવકોને ઈજા થઈ

ડિંડોલી વિસ્તારમાં આવેલા અંબિકા ટાઉનશિપમાં મારામારીની ઘટના બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, લાકડાના ફટકા વડે યુવકોને માર મારવામાં આવ્યો હતો. મારમારીની આ ઘટનામાં બે યુવકોને ઈજા થઇ હતી. ડિંડોલી પોલીસે આરોપીઓને ઝડપી લઈને તપાસ હાથ ધરી છે. 

માર માર્યો હતો

આશિષસિંઘ તથા તેનો ભાઇ અર્પિતસિંઘ તથા આશિષનો મિત્ર તથા કારમાં આવેલા એક અજાણ્યા ઇસમે તેમના ભાણેજ સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ઝઘડો કર્યો હતો. જેમાં બ્રેઝા કારના ચાલકે ભાણેજ અમનને ગરદનના ભાગે ચપ્પુના બે ઘા મારી દીધા હતા. તેમજ આશિષસિંઘ તથા તેના ભાઇ અર્પિતસિંઘે તેમના સાળા સંદીપસિંઘ તથા ભાણેજ અમનને ફટકાઓ વડે માર માર્યો હતો અને આશિષસિંઘે ભાણેજ અમનને દાઢીના ભાગે તથા ડાબા હાથના પંજાના ભાગે ચપ્પુના ઘા મારતા મહેન્દ્ર પ્રતાપસિંઘ તેને બચાવવા વચ્ચે પડતા બ્રેઝા કારના ચાલકે ડાબા હાથના પંજાના ભાગે ફટકો માર્યો હતો. જે બાદ તમામ ઈસમો નાસી ગયા હતા.