મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભૂતપૂર્વ CM વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ, વિશેષ નવકાર મંત્ર જાપનું આયોજન

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છ

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ કરુણ પ્લેન ક્રેશની ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું હતું. આજે તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રાજકોટમાં જૈન વિઝન ગ્રુપ દ્વારા વિશેષ નવકાર મંત્ર જાપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક કાર્યક્રમમાં સ્વ. વિજયભાઈ રૂપાણીનો પરિવાર પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો, જેમાં તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી અને પુત્ર ઋષભ રૂપાણીએ હાજર રહીને પૂજ્ય વિજયભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ સમાચાર શેર કરો