મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:પ્રિ-મોન્સૂન કામગીરીની કોંગ્રેસે ખોલી પોલ, તંત્રને કર્યા વેધક સવાલો

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજાએ મનપાના શાસકો અને અ

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજાએ મનપાના શાસકો અને અધિકારીઓ સામે સવાલો ઉઠાવતા પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. તેમણે વેધક પ્રશ્નો કરતા પૂછ્યું હતું કે, જો પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવતો હોય, તો અત્યાર સુધીમાં કેટલા કિલોમીટર અને કેટલા વોકળાની સફાઈ કરવામાં આવી છે? આ ઉપરાંત, શહેરમાં દર વર્ષે જ્યાં પાણી ભરાય છે તેવા વિસ્તારોમાં કયા નક્કર પગલાં લેવાયા છે અને આગામી ચોમાસા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઝોન વાઇઝ કરવામાં આવશે કે કેમ, તે અંગે સ્પષ્ટતા માંગતા વોકળા સફાઈથી લઈને પાણી ભરાવાની સમસ્યાઓ મુદ્દે તંત્રને ભીંસમાં લીધું હતું.

આ સમાચાર શેર કરો