Ahmedabad Traffic Police અને RTOની રિક્ષા ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ, 3 દિવસમાં 400થી વધુ વાહનો ડિટેઈન
Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને RTOની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીક્ષા

Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને RTOની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીક્ષા ચાલકો પર તંત્ર દ્વારા સકંજો કસવામાં આવ્યો હતો. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા રીક્ષા ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં તંત્ર દ્વારા રિક્ષા ચાલકોના લાઇસન્સ, પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ તેમજ ઇન્સ્યોરન્સ જેવા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.
આ સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનાર રીક્ષા ચાલકો સામે સખત કાર્યવાહી પણ જોવા મળી છે. છેલ્લા 3 દિવસમાં 400+ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. 20 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. રેલવે સ્ટેશનો અને GSRTC વિસ્તારોમાં ડ્રાઈવ યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રહેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.




