VIDEO: જન્માષ્ટમી પર્વે સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર
સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્
સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક રામાનંદ સ્વામીની જન્મ જયંતિ પણ જન્માષ્ટમીના રોજ છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં પણ આ પર્વે ઘનશ્યામ મહારાજને મીઠાઈનો વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો. આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી ઘનશ્યામ મહારાજને વિશેષ શણગાર ધરાવી કાજુ કતરીની વિવિધ ફ્રૂટ શેપની મીઠાઈ ધરાવી હતી. સાથે માખણ મિસરી સહિત વિવિધ પ્રકારના પકવાન્ન ધરાવી ભગવાનની વિશેષ રાજોપચાર પૂર્વક આરતી ઉતારવામાં આવી.
ચાતુર્માસ દરમિયાન જન્માષ્ટમી પર્વથી જ 'સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર' સંસ્કૃત મહાગ્રંથની પારાયણનો પ્રારંભ થઈ રહ્યો છે. જેના વક્તા શાસ્ત્રી શ્રી વિજ્ઞાનપ્રકાશદાસજી સ્વામી તેમની આગવી શૈલીમાં કૃથામૃતનું પાન કરાવશે. રાત્રે 12 કલાકે પારણિયામાં હરિકૃષ્ણ મહારાજને પધરાવી જન્મોત્સવની આરતી ઉતારવામાં આવશે.




