દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે રેલવે વિભાગની વિશેષ વ્યવસ્થા, 106 ફેસ્ટિવલ ટ્રેનની દોડાવાશે 2315 ટ્રીપ
દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે દિવાળી અને છ

દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે દિવાળી અને છઠ્ઠ પૂજા તહેવાર નિમિત્તે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ રાજસ્થાન તરફ ફેસ્ટિવલ ટ્રેન દોડાવવામાં આવશે.જે મુસાફરો માટે રાહતરૂપ થશે.સુરતની વાત કરીએ તો ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન તરફ દોઢથી બે લાખ લોકો વતને જતાં હોય છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા 106 ફેસ્ટિવલ ટ્રેનના 2315 જેટલા ટ્રીપ દોડાવાશે.
દુર્ઘટના અટકાવવા પ્રયાસ
દિવાળી અને છઠ પર પોતાના વતન જવા માટે લોકોની ભીડ ઉધના રેલવે સ્ટેશન પર 18 ઓક્ટોબરથી એકત્ર થવાનું શરૂ થઈ જશે. દરરોજ લગભગ 10 હજાર મુસાફરો UP-બિહારની સ્પેશિયલ ટ્રેન પકડશે. ગત વર્ષે ભારે ભીડના કારણે એક યાત્રીનું મોત નીપજ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને આ વખતે ખાસ તકેદારી રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તમામ મુસાફરોને ટ્રેન પકડવાની તક મળે દિવાળી અને છઠ પર યાત્રીઓ હજારોની સંખ્યામાં પ્લેટફોર્મ ન આવી જાય તેમને પહોંચતા અટકાવવા માટે કામગીરી કરવામા આવી છે.
24 કલાક ટીમ રહેશે તૈનાત
દિવાળી અને છઠને લઇ ઉધના રેલવે સ્ટેશન પર 90 RPSF,40 GRP જવાનોની ટીમ અને નોડલ ઓફિસર સહિત મેડિકલ ટીમ તૈનાત રહેશે. ઉધના રેલવે સ્ટેશન પર ભીડને ધ્યાનમાં રાખી મેડિકલ ટીમ 24 કલાક ઉપલબ્ધ રહેશે. ભારે ભીડને જોતા રેલવે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે. આ વખતે ઉધના સ્ટેશન પર રેલવે દ્વારા મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ ખાસ તહેનાત કરવામાં આવશે. ભારે ભીડમાં જો કોઈ મુસાફરને તબીબી સહાયની જરૂર પડે તો તેને તાત્કાલિક સારવાર મળી શકે છે, અથવા નજીકની હોસ્પિટલમાં મોકલી શકાય છે.








