મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વરસતા વરસાદમાં મધરાતે સુરતમાં ગુંજ્યો નંદ ઘેર આનંદ ભૈયોનો નાદ, સોસાયટીમાં ઝૂમ્યા લોકો

સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. વરસતા વરસાદમાં નંદ ઘેર આનંદ ભૈયોના નાદ સ

વરસતા વરસાદમાં મધરાતે સુરતમાં ગુંજ્યો નંદ ઘેર આનંદ ભૈયોનો નાદ, સોસાયટીમાં ઝૂમ્યા લોકો

સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. વરસતા વરસાદમાં નંદ ઘેર આનંદ ભૈયોના નાદ સાથે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીમાં બાળકો કૃષ્ણ, રાધા, નંદ, યશોદા જેવા પાત્રો બની આ કાર્યક્રમનો ભાગ બન્યા હતા. ગરબા, મટકીફોડ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

મધરાતે નારા લાગ્યા

"જય કનૈયા લાલ કી" જેવા ગગનભેદી નારા સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ડીજેના તાલે ગરબા, દોઢિયાથી સોસાયટી વાસીઓ ઝૂમી ઉઠ્યા હતાં. સરથાણા વિસ્તારમાં આવેલી ભૂમિપાર્ક સોસાયટીમાં ભવ્ય શણગાર કરવામા આવ્યો હતો. સાથે જ લોકોએ સાથે મળીને કૃષ્ણજન્મોત્સવ ઉજવ્યો હતો.

વરસાદી ઝાપટાથી છત્રીઓ ખુલી

રાત્રિના સમયે બરાબર 12 વાગ્યે આરતી થઈ ત્યારે વરસાદી ઝાપટું આવ્યુ હતું. જેથી તાત્કાલિક છત્રીઓ ભગવાનના સ્થાપન પર ગોઠવી દેવાઈ હતી. સાથે જ આરતીમાં ઉભેલા લોકોએ પણ છત્રીના સહારે ઉજવણી કરી હતી. ત્યારબાદ વરસતા વરસાદમાં અબિલ-ગુલાલની છોળો વચ્ચે મટકી ફોડવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો