મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ગરબામાં મોડે સુધી ના રોકાતો...' પિતાના ઠપકાથી લાગી આવતાં પુત્રએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

જામનગર રોડ પર વાલ્મિકી વાડી આવાસ યોજનાના ક્વાર્ટર નં. 116માં રહેતા વિનય ભીખુભાઈ બારૈયા (ઉ.વ.23)એ સવારે ઘરે ગળાફાંસો

'ગરબામાં મોડે સુધી ના રોકાતો...' પિતાના ઠપકાથી લાગી આવતાં પુત્રએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

જામનગર રોડ પર વાલ્મિકી વાડી આવાસ યોજનાના ક્વાર્ટર નં. 116માં રહેતા વિનય ભીખુભાઈ બારૈયા (ઉ.વ.23)એ સવારે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. એકના એક પુત્ર વિનયને પિતાએ ગરબામાં એકલા નહીં જવા અને રાત્રે વહેલા આવી જવા બાબતે ઠપકો આપતાં લાગી આવતા આત્મઘાતી પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.

 રાત્રે વહેલો આવી જજે, આ બાબતનું માઠું લાગી જતાં  વિનયે કરી આત્મહત્યા

આપઘાત કરનાર વિનયના પિતા ભીખુભાઈએ જણાવ્યું કે તેને સંતાનમાં એક પુત્ર વિનય હતો, બે પુત્રી તેનાથી નાની છે. વિનય રોજ રાત્રે ગરબી જોવા એકલો જતો હતો. એટલું જ નહીં મોડો પણ આવતો હતો. જેને કારણે ગઇકાલે રાત્રે તેણે વિનયને એમ કહ્યું કે બેટા અત્યારે જમાનો સારો નથી, એટલે તું ગરબામાં એકલો ન જા. એટલું જ નહીં રાત્રે વહેલો આવી જા.  આ બાબતનું માઠું લાગી જતાં સવારે વિનયે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. જાણ થતા પરિવારજનો તત્કાળ તેને બેભાન હાલતમાં સિવિલ લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. 

મૃતક યુવાનની પત્ની છે ગર્ભવતી

કરૂણતા એ છે કે વિનયના સાત મહિના પહેલા જ જામગરની યુવતી સાથે લગ્ન થયા હતા. યુવતી હાલ ગર્ભવતી છે. તેના પેટમાં દોઢથી બે માસનો ગર્ભ  છે. આ સ્થિતિમાં તેના પતિએ જિંદગી ટૂંકાવી લીધી હતી. ભીખુભાઈએ વધુમાં જણાવ્યું કે વિનય તેનો એકનો એક પુત્ર હતો. તે પોતે ખાનગી નોકરી કરે છે. જેમાંથી ગુજરાન ચાલી જતું હોવાથી વિનયને ક્યાંય કામે પણ મોકલતા ન હતા. વિનય તેને જીવથી પણ વહાલો હતો. બહાર જાય ત્યારે ચિંતા થતી હોવાથી થોડી-થોડી વારે તેના ખબર અંતર પૂછતા રહેતા હતા.

આ સમાચાર શેર કરો