મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કપાતર પુત્રએ પિતાને ઘરમાં પુરી ઢોર માર માર્યો, વૃદ્ધ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં

રાજકોટનાં જેતપુરમાં કપાતર પુત્રએ પિતાને ઢોર માર માર્યો જેથી વૃદ્ધને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આ

કપાતર પુત્રએ પિતાને ઘરમાં પુરી ઢોર માર માર્યો, વૃદ્ધ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં

રાજકોટનાં જેતપુરમાં કપાતર પુત્રએ પિતાને ઢોર માર માર્યો જેથી વૃદ્ધને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ નાથાભાઈ સરવૈયા ઉ.વ.75 નામના વૃદ્ધને ઘરમાં પૂરી રાખી પોતાના પુત્ર હરેશ ઉર્ફે દલાએ ઢોર માર માર્યો છે.

આ પણ વાંચો : અમેરિકામાં પેટ્રોલ પંપ પર કામ કરતા ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા

 કપાતર પુત્રને દારુની ટેવ હતી તેવી વિગતો સામે આવી છે. માર મારવાનું કારણ હજુ અકબંધ છે. અંતે આજુબાજુવાળા લોકોએ વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા જ્યાં પ્રથમ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યા.

આ સમાચાર શેર કરો