મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સોમનાથ-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 2 ગાડીઓ ધડાકાભેર અથડાઈ; 2ના મોત

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ-કોડીનાર હાઈવે પર આજે એક હચમચાવી દેનાર

સોમનાથ-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 2 ગાડીઓ ધડાકાભેર અથડાઈ; 2ના મોત

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ-કોડીનાર હાઈવે પર આજે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં માછલા ભરેલી બે ગાડીઓ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર હાઈવે પર એક ગાડીમાં અચાનક પંક્ચર પડ્યું હતું. જેના કારણે ચાલકે ગાડીને રોડની સાઈડમાં ઉભી રાખી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી અન્ય એક ગાડીએ ઉભેલી ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ગાડીઓના લોચા વળી ગયા હતા.

અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

આ ગંભીર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને મૃતકો ગીર સોમનાથ જિલ્લાના જ વતની હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ એક વ્યક્તિને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તેમની ઓળખ વિધિ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો